Saturday, November 20, 2010

રશ્મી'ઝ સ્ટાર સીટી....હવે કોઈ પણ બની શકે છે પ્રોપર્ટી ઇન્વેસ્ટર...

ભારતમાં વસતા દરેક મધ્યમ વર્ગી પોતાના શહેરમાં પોતાના ઘર સ્વપ્ન સેવતો હોય  છે, અને તે સ્વાભાવિક પણ છે,પણ જો તમે  એમ વિચારતા હો કે ભારતમાં વસ્તી વ્યક્તિ જ આવું વિચારતી હોય છે તો ના તમે ખોટા છો...!કારણકે ભારતની બહાર વસતા વિદેશીઓ કે એનઆરઆઈ નું રીઅલ એસ્ટેટ માં રોકાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે...વાંચી ને નવાઈ લાગી ને..!પણ Foreign direct investment (FDI) ના રેટિંગ મુજબ આ વાત સાબિત થયેલી છે કે ૨૦૦૫માં ૧૭૧ કરોડનું વિદેશી રોકાણ ભારતીય રીયલ એસ્ટેટ માં થયું હતું જે આશરે ૮૦ ગણું વધીને આજે ૧૩૫૮૬ કરોડ જેટલું થઇ ગયું છે...! આ આંકડા જ દર્શવે છે કે રીઅલ એસ્ટેટક્ષેત્ર પ્રગતિની દિશાતરફ હરણ ફાળ ભરી રહ્યું છે
year                        rs   in crores     

૨૦૦૫-૨૦૦૬----------  ૧૭૧
૨૦૦૬-૨૦૦૭----------  ૨૧૨૧
૨૦૦૭-૨૦૦૮----------  ૮૭૪૯
૨૦૦૮-૨૦૦૯-----------૧૨૬૨૧
૨૦૦૯-૨૦૧૦-----------૧૩૫૮૬
અપ્રિલ મેં--------------૭૩૮
 
એપ્રિલ અને મેં ના જ આંકડાઓ  ઓ જોઈએ તો બે જ મહિના માં ૭૩૮ કરોડ રૂપિયાનું ફોરેન ઇન્વેસ્ટ મેન્ટ થયું છે... અહીં એક વાત ખાસ નોંધનીય છે કે ફોરેન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ  એક્ટ (FEMA) હેઠળ ફાર્મ હાઉસ  સેકંડ હોમ વગેરે માં રોકાણ કરવું નિષેધ છે એનો અર્થ એ થયો કે ફોરેન માંથી જેટલું પણ રોકાણ પ્રોપર્ટીમાં થાય છે તે યા તો રેસીડેનશીયલ અથવા કોમર્શીયલ માં જ થતું હશે...!ભારત બહાર થી લોકો જો ભારત ના રીઅલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરતાં હોય તો આવતી કાલના રીઅલ એસ્ટેટ નો શું સીનારીઓ હશે તેનો તાગ મેળવવો સરળ છે,તેમાય ખાસ કરીને મેટ્રો સીટી ની વાત કરીએ તો વિદેશિઓ વધુ ને વધુ મુંબઈ ને પોતાની પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે ૨૦૦૫ થી ૨૦૧૦ દરમિયાન વિદેશી રોકાણકારો દ્વારા કુલ ૧૬૧૪ પ્રોજેક્ટ્સ માં રોકાણ કરવા માં આવ્યું હતું જેમાંથી ૪૨૨ પ્રોજેક્ટસ માત્ર મુંબઈના જ છે...!
મુંબઈ એક માત્ર એવું શહેર છે જેનાથી દેશના લોકો ઉપરાંત વિદેશીઓ પણ તેની તરફ આકર્ષાય છે...!પણ મુંબઈને જ પોતાની જન્મ તથા કર્મભૂમિ બનાવનાર એવા ઘણા બધા લોકો છે કે જેઓ પોતાના જ શહેરમાં પોતાનું ઘર ઇચ્છે છે પરંતુ પોતાના નાના બજેટ ને કારણે તેઓ પોતાના સ્વપ્ના ને સાકાર નથી કરી શકતા...આવા સંજોગો માં તેઓ મુંબઈ ની નજીક ના વિસ્તારો કે જ્યાં પ્રોપર્ટીના ભાવ મુંબઈ કરતાં સસ્તા હોય...!તેથીજ મુંબઈ ની નજીકમાં આવેલા કર્જત પાલઘર વગેરે વિસ્તારો તેજ ગતિએ વિકસી રહ્યા છે...
પરંતુ મુંબઈમાં જ પોતાનું ઘર ઈચ્છતા મોટા ભાગના લોકો મુંબઈની બહાર જવા કરતાં મુંબઈમાં જ પોતાના બજેટને અનુકુળ પ્રોપર્ટી શોધતા હોય છે..
થોડા વર્ષો પહેલા ચર્ચગેટ થી બોરીવલી મુબઈ શહેર કહેવાતું હતું...પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં બોરીવલીથી વિરાર સુધી નવા જ મુંબઈ નો વિકાસ થયો છે...જેને ઘણા લોકો એનેક્ષ મુંબઈ પણ કહે છે તો ઘણા લોકો તેને મીરાં - વિરાર સીટી પણ કહે છે ..આ વિસ્તારો માં મોટા પ્રમાણ માં રોકાણકારો રોકાણ પણ કરે છે..
એમ કહેવાય છે કે જો પ્રોપર્ટી માં રોકાણ કરવું હોય તો એવા વિસ્તાર માં રોકાણ કરો જે વિકાસશીલ  હોય  મતલબ જેનો અન્ય વિસ્તારોની  સરખામણી માં ઓછો વિકાસ થયો હોય...તેથી તો આજ થી ૧૦ વર્ષ પહેલા જે લોકો એ મીરાં રોડ માં રોકાણ કર્યું હતું તેઓ ને આજે તે જ પ્રોપર્ટીના અનેક ગણા ભાવ મળી રહ્યા છે....!અને આ વિસ્તારના વધુ વિકાસ અર્થે MMRDA આવનારા ભવિષ્યમાં કરોડો રૂપિયા ખર્ચવાના છે...જે તેના નવીન વિકાસ ની ચાડી ખાય છે,મીરારોડ એકમાત્ર વિસ્તાર એવો હતો કે જ્યાં ક્યારેક વસઈ કે વિરાર કરતાં પણ ઓછા ભાવ ચાલતા હતા...જે ભાવ આજે ઘણા વધી ચુક્યા છે...!મીરારોડ ના આ તીવ્ર વિકાસમાં રશ્મી રિયલ્ટી બીલ્ડર નો ઘણો મોટો ફાળો છે..રશ્મી દ્વારા 'ઘર હો તો ઐસા' બ્રાંડ નેમ હેઠળ હજારો ફ્
લેટ નું નિર્માણ કાર્ય થયું છે...ઘર હો તો ઐસા એ હવે મિટ  માંડી છે પ્રમાણમાં ઓછા વિકસેલા વિસ્તાર નાયગાંવ તરફ...જ્યાં દરેકના બજેટ ને અનુકુળ ફ્લેટ્સ ઉપલબ્ધ છે ...ઉપરાંત રોકાણકારો માટે તો આ સૌથી ઉત્તમ તક છે રોકાણ કરવાની...
ટૂંકમાં મુંબઈ હોય કે ભારત કે પછી ભારત બહાર રહેતા વિદેશીઓ સૌ કોઈ ભારત રીઅલ એસ્ટેટ તરફ ઝુક્યા છે અને આવનારા ભવિષ્ય માં તેમાં વધુ ને વધુ રોકાણ થાય તો નવાઈ પણ નહિ...!